Saturday, March 7, 2026

મોરબી જિલ્લાની ‘વિકાસ વાટિકા’નું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું

Advertisement
Advertisement
Advertisement

‘વિકાસ વાટીકા’ના સંપાદન માટે જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીની ટીમને વહીવટી તંત્રએ અભિનંદન પાઠવ્યા

મોરબી જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ જિલ્લાની વિકાસ વાટિકાનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની વિકાસ ગાથાને વણી લઈ વિકાસ વાટીકા તૈયાર કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુ, ગુજરાતના રાજ્યપાલ આચર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રી સહિતના મહાનુભાવોની મોરબી જિલ્લાની લીધેલ મુલાકાતો અને સરકાર દ્વારા મોરબી જિલ્લાને આપવામાં આવેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

વિકાસ વાટીકાના વિમોચન પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW