Saturday, March 7, 2026

મોરબી થપ્પડની ગુંજ સીએમ ઓફિસ બહાર ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયાનો મોરે મોરો થયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી થપ્પડની ગુંજ મુખ્યમંત્રી ઓફીસ સુધી ગુંજી! મુખ્યમંત્રીની ઓફિસ બહાર ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયાનો મોરે મોરો થયો ભેટો બંને વચ્ચે થઈ ચર્ચા

મોરબીને ખોટી રીતે બદનામ કરવાનુ રહેવા દેજો : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા થપ્પડ અંગે ગોપાલ સાથે કરી કડકાઈથી વાતચીત

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાનો મુખ્યમંત્રીની ઓફિસ બહાર ભેટો થઈ જતા જોયાજેવી થઈ હતી તાજેતરમાં સોશિયલ મીડિયામાં મોરેમોરોની વાત વચ્ચે રાજીનામા સુધીના શાબ્દિક યુધ્ધના બે યોધ્ધાનો મુખ્યમંત્રી ઓફીસ ની બહાર અચાનક ભેટો થઈ જતા મોરબી આપ દ્વારા યોજાયેલ સભામાં થપ્પડની ગુંજ મુખ્યમંત્રી ઓફીસ સુધી ગુંજી ઉઠી હતી અને બંને વચ્ચે કડકાઈથી ચર્ચા થઈ હોવાનુ જાણવા મળ્યું છે જેમાં આજરોજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મુખ્યમંત્રીશ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલભાઈ ઇટાલીયા ની મુલાકાત થયેલ સોશિયલ મીડિયા મારફતે મોરબીનો ગઈકાલનો પ્રોગ્રામ વીડીયો જોયેલ કાંતિભાઈએ કીધેલું કે મોરબીના આમઆદમી પાર્ટીની સભામાં મોરબી નાગરિકે રજૂઆત કરેલી રજૂઆત કરતા મોરબીના આમ આદમીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ મારેલી આવું અસભ્ય વર્તન કરેલ આમ આદમીના કાર્યકર્તા ન કરે એના માટે કડક શબ્દોમાં ગોપાલભાઈ ને વાત કરેલ છે મારા જાહેર જીવનમાં ૩૦ વર્ષ થયા મને અનેક રજૂઆત કરવા મોરબી ના નાગરિક આવે છે કોઈપણ નાગરિક સાથે અસભ્ય વર્તન કરેલ નથી તમારો હિસાબ મોરબી ની પ્રજા જરૂર ચૂકવશે મોરબી ને બદનામ કરવાનું ખોટી રીતે રહેવા દેજો..

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW