મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને શાળાએ મોબાઈલનો ઉપયોગ ન કરવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે જેમાં તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી શાળાની મુલાકાત દરમિયાન શિક્ષકો મોબાઈલમાં મશગુલ જોવા મળતા જિલ્લા શિક્ષણ અધિકારીને ટકોર કરીને આ અંગે જણાવતા જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકોને શાળાએ મોબાઈલનો ઉપયોગ ન કરવા અને વર્ગખંડમાં મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ મુકતો આદેશ કર્યો છે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તા.૧૮ ઓગસ્ટના રોજ એક પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં જિલ્લા વિકાસ અધિકારીની શાળા મુલાકાત દરમિયાન કેટલાક શિક્ષકો બિન જરૂરી રીતે વર્ગખંડમાં મોબાઈલનો વપરાશ કરતા હોવાનું ધ્યાને આવતા સમગ્ર જિલ્લામાં તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોને ચાલુ શાળાએ મોબાઈલ નહીં વાપરવા આદેશ કરવામાં આવ્યો છે વધુમાં શાળાએ આવતાની સાથે જ શિક્ષકોએ મોબાઈલ ફોન આચાર્ય પાસે જમા કરાવી જરૂરી રજીસ્ટર નિભાવવા પણ સૂચના આપવામાં આવી છે વધુમાં પરિપત્ર અન્વયે શાળામાં ફરજ દરમિયાન જરૂરત સમયે અને શૈક્ષણિક કામગીરી સમયે મોબાઈલ વપરાશ ઉપર મનાઈ નથી ફરમાવવામાં આવી પરંતુ વર્ગખંડમાં બિન જરૂરી મોબાઈલ નહીં વપરાશ કરવા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે સાથે જ શાળાના આચાર્ય પરિપત્રની અમલવારી ન કરે તો અને જો કોઈ શિક્ષક મોબાઈલ વાપરતા હોવાનું જણાશે તો શિક્ષક શાળાના આચાર્ય ઉપરાંત લગત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે અને શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવશે તેવુ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક પરીપત્ર જારી કરીને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે





