આવતીકાલે હરિહર ધામ ખોખરા હનુમાનને યોજાનાર બ્લડ ડોનેશન કેમ્પમાં નિ:શુલ્ક બસની સેવા ઉપલબ્ધ કરાશે
તા.24/08/2025 રવિવાર ના રોજ હરિહર ધામ ખોખરા હનુમાન બેલા ભરતનગર જિલ્લો મોરબી ખાતે નિઃ શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નુ આયોજન મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય કનકેશ્વરી દેવીજી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ના સહયોગ થી કરવામાં આવ્યું છે
આ કેમ્પમાં મોરબી, માળિયા ના નેશનલ હાઈવે ઉપર આવેલા ગામોમાંથી વધુમાં વધુ લોકો આ કેમ્પ નો લાભ લે તે માટે નવા બસ સ્ટેશન થી ખોખર હનુમાન મંદિર અને માળિયા તાલુકા પંચાયત થી ખોખરા હનુમાન મંદિર જવા માટે સવારે ૭-૩૦,૮-૩૦ અને ૯-૩૦ કલાકે એસટી બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે.મોરબીમાળિયા હાઈવે ઉપર આવેલ તમામ ગામના લોકોને આ સેવાનો લાભ લેવા માટે હરિહર ધામ ખોખરા હનુમાન મંદિર નિ: શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે .





