મોરબી તાલુકાના મકનસર તથા બંધુનગર ગામ પાસે આવેલ 8A નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈ મોરબી ખાતે જિલ્લા કલેક્ટર તથા નેશનલ હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ની આગેવાની હેઠળ ગામના આગેવાનો તથા સરપંચશ્રીઓએ હાજરી આપી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી.
બેઠક દરમિયાન મકનસર ગામના સરપંચ શ્રી અવચરભાઈ દેગામ, બંધુનગર ગામના સરપંચ શેલેશભાઈ દલસાનીયા, તથા રમેશભાઈ ભાળજા, નૈમિશભાઈ પ્રજાપતિ, ત્રિગુણ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય કલેક્ટરશ્રીએ રજૂઆતને ગંભીરતાથી લઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવા જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.





