Friday, March 6, 2026

ટંકારા પોલીસે જાહેરમાં જુગાર રમતા નવ ખેલીઓને ઝડપી લીધા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ટાઉનમાં ગાયત્રીનગર સોસાયટીના છેવાડાની શેરીમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડા રૂપીયા- ૮૬,૮૫૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

ટંકારા પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, ગાયત્રીનગર સોસાયટી હનુમાન મંદીર પછીની શેરીમાં છેવાડે જાહેરમાં અમુક ઇસમો ગોળકુંડાળુ કરી જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી રાજેશભાઇ નાનજીભાઇ બારૈયા (ઉ.વ. ૩૯) રહે. ટંકારા દ્વારકાધીશ જીન પાસે તા.ટંકારા, મહેમુબભાઇ ગનીભાઇ પીલુડીયા (ઉ.વ. ૩૨) રહે. ટંકારા નાશીરભાઇ હુશેનભાઇ મેસાણીયા (ઉ.વ. ૨૬) રહે. ટંકારા આસીફભાઇ હાજીભાઇ જુણાચ (ઉ.વ.૪૦) રહે. ટંકારા અવેશભાઇ આદુભાઇ અબરાણી (ઉ.વ. ૨૭) ટંકારા ઉસ્માનભાઇ ગનીભાઇ મકવાણા (ઉ.વ. ૨૫) રહે. ટંકારા જગદીશભાઇ નાનજીભાઇ વાઘેલા (ઉ.વ. ૨૫) રહે. પીઠળ તા.જોડીયા જી.જામનગર, દેવજીભાઇ રમેશભાઇ ખાંભડીયા ઉ.વ. ૨૫ રહે. મોરબી વાવડી રોડ ગાયત્રીનગર-૦૨, અજયભાઇ વિરજીભાઇ વાઘેલા (ઉ.વ. ૨૩) રહે. ટંકારા ને રોકડ રૂ.૮૬,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW