વાંકાનેર પોલીસ ને મળેલ બાતમી હકીકત આધારે વાકાનેર બાઉન્ટ્રીથી વાંકાનેર તરફ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ યક્ષપુરૂષનગર ગામ પાસે થી મહીન્દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ.વી કાર રજી.નંબર GJ-03-JC-6751 વાળી માથી દેશી દારૂ લીટર ૫૫૦ કિ રૂ.૧.૧૦,૦૦૦/-તથા મહીન્દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ. વી કાર કિ રૂ.૫,૦૦,૦00/- તથા ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ રૂ.૫૦૦૦/-ગણી કુલ કિ રૂ.૬.૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. તેમજ માલ મોકલનાર તથા માલ મંગાવનાર ઈસમોની શોધખોળ ચાલુ હોય જેથી મજકુર ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
> પકડાયેલ આરોપીનું નામ
(૧) શામજીભાઈ ઉર્ફે વિજય સુખાભાઈ સારલા રહે,નળખંભા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર
– પકડવાના બાકી આરોપીઓના નામ
(૧) દશરથભાઈ રમેશભાઈ કણજરીયા રહે.સામતપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર દેશી દારૂનો જથ્થો ભરી આપનાર
(૨) ઈર્શાદ ઉર્ફે ભુરો રહે.મોરબી દેશી દારૂનો જથ્થો મંગાવનાર
કબ્જે કરેલ મુદામાલ
(૧) દેશી દારૂ લીટર ૫૫૦ કિ રૂ.૧,૧૦,૦૦૦/-
(૨) મહીન્દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ.વી કાર રજી.નંબર GJ-03-JC-6751 કિ રૂ. ૫,૦૦,૦૦૦/-
(૩) એક ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ રૂ.૫૦૦૦/-
કુલ કિ રૂ.૬,૧૫,૦૦૦/-






