Saturday, March 7, 2026

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કોઠી તાલુકા શાળા માં ચિત્ર સ્પર્ધા યોજાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement

તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ ગુરુવારના દિવસે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને PHC કોઠી અને RBSK ટીમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કોઠી તાલુકા શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ.

શાળામાં કુલ ૪૨૫ વિદ્યાર્થીઓમાંથી ધોરણ ૬ થી ૮ ના મળીને કુલ ૧૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ..
આ કાર્યક્રમ માં ડો.નિલેશ ધનાણી એ વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ અને રાયધન થુલેટિયા (MPHS- કોઠી) દ્વારા વ્યસન કરવાથી સમાજ પર થતી અસરો તથા આર્થિક નુકશાન અંગે આંકડાકીય માહિતી સાથે માર્ગદર્શન આપેલ

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ, જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમ RBSK ટીમ જેમાં ડો.નિલેશ ધનાણી, ડો.ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા તથા AAM કોઠીના CHO રોમેશાબેન, MPHW વિજયભાઈ, FHW ફિરોજાબેન તથા PHC કોઠીના સુપરવાઈઝર રાયધનભાઇ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ ,શાળાના આચાર્ય જૈનુલ એચ. બાદી સાહેબ દ્વારા વિદ્યાર્થી ઓ ને જીવન માં ક્યારેય વ્યસન ન કરવા ખાસ અનુરોધ કર્યો તથા કાર્યક્રમના અંતે FHW ફિરોજાબેન દ્વારા વ્યસન ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને કાર્યક્રમના અંતે બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો..

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW