Saturday, March 7, 2026

મોરબી જેલ રોડ પર આવેલ‌ ગુરૂકૃપા કોમ્પલેક્ષને ફાયર સેફ્ટીના અભાવે મહાનગરપાલિકા ફાયર વિભાગે લગાવ્યું સીલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જેલ રોડ ઉપર આવેલ ગુરૂકૃપા કોમ્પલેક્ષને વારંવાર નોટિસ‌ બાદ પણ ફાયર સેફ્ટીની સિસ્ટમ ન વસાવતા મહાનગરપાલિકા ફાયર વિભાગે કરી લાલઆંખ અલીગઢી સીલ લાગી જતા‌ ખળભળાટ

મોરબી જેલ રોડ પર આવેલ ગુરૂકૃપા કોમ્પલેક્ષને મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા વારંવાર ફાયર સેફ્ટીના સાધનો વસાવવા નોટીસ આપીને સુચિત કરી સાવધાન કર્યા હતા પરંતુ મહાનગરપાલિકાની નોટીસને ગુરૂકૃપા કોમ્પલેક્ષના માલીક દ્વારા નોટીસને ઘોળીને પી જતા મહાનગરપાલિકા ફાયર વિભાગ લાલઘુમ થઇ સીલ મારી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને મહાનગરપાલિકા ફાયર વિભાગની નોટીસને આંખ આડા કાન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે જાણવા મળતી વિગત મુજબ મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમના અભાવે જેલ રોડ ઉપર આવેલા ગુરુકુપા કોમ્પ્લેક્સને ફાયર સેફ્ટી સિસ્ટમની પ્રથમ ત્રણ નોટિસ અને ત્યારબાદ ૨૨ ઓગસ્ટના રોજ સીલીંગ નોટિસ પણ આપવામાં આવેલી હતી જેનો આજરોજ સમયગાળો પૂર્ણ થતા અને ફાયર સેફ્ટીની સિસ્ટમ કોમ્પ્લેક્સ દ્વારા વસાવવામાં આવેલ ન હતી તેની કોઈપણ લેખિત રજૂઆત આપવામાં આવેલ ન હતી તેથી આજરોજ મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી જે કોમ્પલેક્ષને સીલ લાગી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ફાયર સેફ્ટીની સિસ્ટમ કે સાધનો નથી વસાવ્યા તેવા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW