(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી ટીંબડી ગામે સર્વે નં.૬ ઉપર ખડકી દેવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અસરથી દુર કરવા રજુઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે ખોબા જેવડા ટીંબડી ગામે ગામ નાનું અને સમસ્યા મોટી જેવો ઘાટ જોવા મળે છે જેતે સમયે ટીંબડી ગામે માજી સરપંચ દ્વારા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનુ વેચાણ થાય તેવા બાંધકામોને મંજૂરી આપી હતી પરંતુ અહીં તો હદ બહાર જઈને ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવતા મામલો સરકારી કચેરી સુધી પહોંચ્યો છે જેની દરકાર કે અરજદાર દ્વારા કરાયેલ રજુઆતો કોઈ સાંભળતુ ન હોય વારંવાર રજૂઆત બાદ પણ ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ આંખ ઉંચી કરીને ન જોતા ટીંબડી ગામે સર્વે નંબર ૬ ભારે ચર્ચામાં આવ્યુ છે ત્યારે અરજદાર કીરીટભાઇ લાલજીભાઈ વડસોલા દ્વારા કરાયેલ રજુઆતમાં જણાવ્યુ છેકે ટીંબડી ગામના સર્વે નં.૬ ઉપર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવેલ છે તેને દુર કરવા અમો દ્વારા પહેલી અરજી કરેલી કલેકટરમાં તા.૨૬-૦૬-૨૦૨૪ પછી સર્વેમાં રેવન્યુ મંત્રી આવેલા તો તેને રોજ કામ કરેલ છે તેમાં પણ શરતભંગ થયેલ છે તેમાં મામલતદાર સાહેબે શરતભંગ થયેલ છે તે તારીખ ૨૧-૦૮-૨૦૨૪ છે પ્રાંત અધિકારી સાહેબે શરતભંગ કરેલ છે તે તા.૧૭-૦૮-૨૦૨૪ છે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ પણ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલીક ધોરણે દુર કરાવવા બાબતે તે તારીખ ૦૩-૦૬-૨૦૨૫ છે જે તે સમયે ગામના આગળનાં સરપંચે તેને દુકાનુ જીવન જરૂરીયાત વસ્તુ પુરતુ મંજુરી આપેલ છે દુકાન નં.૧ શાકભાજી માટે દુકાન નં.૨ પર ઘંટી, દુકાન નં.૩ કરીયાણાની દુકાન નં. ૪ દુધનીડેરી તો જીવન જરૂરીયાતમાં આ ૪ દુકાનો જ કાયદેસર માન્ય છે આના સિવાયનું જે કંઈ પણ ગેરકાયદેસર બાંધકામ થયેલ છે તો તે મોરબી તાલુકા પંચાયત અને ટીંબડી ગ્રામ પંચાયત તાત્કાલીક ધોરણે પગલા કેમ નથી લેતી ? તો તે તમારી જવાબદારીમાં આવે છે કે કેમ? તેવો ધગધગતો સવાલ કરી અરજદારે ફરી એક રજુઆત કરી લાગતા વળગતા નીંભર બની ગયેલા તંત્રને! જગાડવા પ્રયાસ કરીને ખડકી દેવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અસરથી દુર કરવા માંગ સાથેની રજૂઆત કરાઈ છે





