મોરબી મહાનગરપાલિકા દ્વારા શોભેશ્વર રોડ પીકનીક સેન્ટર ખાતે ગણેશ વિસર્જનનુ આયોજન ફાયરબ્રિગેડના જવાનો સ્ટેન્ડબાય તા.૩૧થી ૬ સપ્ટેમ્બર અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ૪૨૮ મુર્તિઓનુ વિસર્જન કરાયું મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અઘટિત દુઘટર્ના ન બને તે હેતુથી વિસર્જન સ્થળ ઉપર પોલીસ તૈનાત રાખી સાથે વિસર્જન સમયે ડુબવાની કોઈ ઘટના ન બને જેથી ફાયરબ્રિગેડના જવાનોની ટીમને સ્ટેન્ડબાય રાખી સતત મોનીટરીંગ કરીને ગણેશ વિસર્જનના આયોજનને સફળ બનાવવા મહાનગરપાલિકા ફાયર વિભાગ અને પોલીસની ટીમો ખડેપગે રહી હતી





