Saturday, March 7, 2026

મોરબી જિલ્લામાં સહાકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર જેટલા નાગરિકોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી આભાર દર્શન કર્યું

Advertisement
Advertisement
Advertisement

જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પણ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુકાન હેઠળમાં દેશમાં થયેલ વિકાસ અને સુખાકારીમાં થયેલ વધારા બદલ મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર જેટલા નાગરિકોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યકત કર્યો છે.

વડાપ્રધાનના દુરંદેશી વિઝન થકી તથા નવા જીએસટી સુધારા મધ્યમ વર્ગ માટે ખૂબ જ રાહતરૂપ બન્યા છે. દૈનિક ઉપયોગની અનેક ચીજ વસ્તુઓ સસ્તી મળવાથી મધ્યમ વર્ગના પરિવારનો ખર્ચ ઘટ્યો છે અને બચત શક્ય બની છે. આવકવેરાની મર્યાદા રૂ. ૧૨ લાખ કરી જીએસટીના દર ઘટાડી અને સ્વદેશીને બળ આપીને આપે તમામ વર્ગો માટે નવી ક્રાંતિ શરૂ કરી છે. સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે કરેલ પહેલ માટે દેશમાં નાના પાયાન ઉદ્યોગોનો ખુબ વિકાસ થયેલ છે જેનાથી દેશની આમ જનતાને સિધો લાભ થયેલ છે અને છેવાડાના દરેક ગ્રમ્ય વિસ્તારના દરેક પ્રજાજનોની સુખાકારીમાં વધારો થયેલ છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોને તેની ઉપજનો ખરો તોલ થાય, તેને ઉત્પન્ન કરેલ ખેત જણસીનો પુરતો ભાવ મળી રહે તેવા ઉદ્દેશથી દેશના માર્કેટીંગ યાર્ડોમાં પાયાની સગવડો ઉભી કરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સરકાર તરફથી APMC ના આધુનીકરણ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય આપી માર્કેટીંગ યાર્ડોને સુદૃઢ બનાવવામાં આવ્યા છે.

આજની પરિસ્થિતિમાં પશુપાલન વ્યવસાય ખેતી સાથે સીધો સંકળાયેલો છે અને પશુપાલનમાં ગ્રામ્ય કક્ષાએ દરેક પરીવારની મહિલાઓનો સૌથી વધારે ફાળો રહેલો છે. વડાપ્રધાનશ્રીના સુકાન હેઠળ દેશની દરેક મહિલાઓ પગભર થાય, આર્થિક રીતે સક્ષમ બને અને તેમના પરીવારના ભરણ-પોષણ તેમજ તેમના બળકોના ભવિષ્યમાં આગવુ સ્થાન મેળવે તે માટે દૂધ સહકારી મંડળીઓને સુદૃઢ બનાવવા માટે નિર્ણયો કરવામાં આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક નાગરિકોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયા અને જિતેન્દ્રભાઈ સોમાણી, મોરબી જિલ્લા માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો અને મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખશ્રી સંગીતબેન દ્વારા દેશના વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી આભાર માનવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW