મોરબી સાયબર ક્રાઇમ પીઆઈ એન.એ. વસાવા ની ટીમ ની કાબિલેદાદ કામગીરી
ઓનલાઈન ગુગલ પર કંપની બનાવી વિદેશમા વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ સાયબર ફ્રોડથી પડાવતી ગેંગે મોરબીના વેપારી સાથે થયેલ રૂ.૧,૭૨,૮૮,૪૦૦/- નુ ફ્રોડ આચરનાર સાયબર ક્રાઇમ આચરતી ગેંગના એક સભ્યને દિલ્હી ખાતેથી પકડી પાડતી મોરબી સાયબર ક્રાઇમ ટીમ
મોરબી જીલ્લામાં સાયબર ક્રાઇમ ફ્રોડના બનતા બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવોના સ્તવરે ભેદ ઉકેલી સંડોવાયેલ ઇસમોને કાયદાકીય પાઠ ભણાવાવા પોલીસ ઇન્સ. એન.એ.વસાવા તથા મોરબી સાયબર ક્રાઇમ ટીમ કાર્યરત થઇ છેલ્લા ઘણા લાંબા સમયથી ન્યુ દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ દ્વારા અલગ અલગ વેપાર ધંધા કરતા વેપારીઓને તેઓનો ધંધો વધારવા અને વિદેશમાં તેઓનો માલ એક્ષ્પોર્ટ કરવાની લોભાણી અને લલચાણી સ્કીમો ઓન લાઇન વેબ સાઇટ ઉપર મુકી વેપારીઓ સાથે મોટી રકમનું આર્થીક ફ્રોડ આચરી સાયબર ક્રાઇમ સંગઠીત ગુના ટોળી બનાવી સાઇબર ક્રાઇમ આચરતા હતા.
મોરબીના વેપારી કે જેઓ કોકોપીટનું પ્રોડકશન કરતા હોય અને તેઓને પોતાનો વેપાર વિદેશમાં કરવો હોય જેથી તેઓ ગુગલસર્ચ ઉપર તપાસ કરતા ઉપરોકત કંપનીનો સંપર્ક સાધતા ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. વાળાઓએ આ વેપારીને ઓનલાઇન માહિતી આપી તેઓની પ્રોડકટનું હોંગકોંગ ની ACES TRADING નામની કંપનીમાં ડીલીંગ કરાવી આપવાના બહાના તળે આ બન્ને કંપનીના માલીક, મેનેજર તથા એમ્પોય એમ બધા સંગઠીત થઇ અલગ અલગ સ્કીમો તથા તેના ચાર્જ તળે કંપનીના ડાયરેકટર, મેનેજર તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મારફતે વોટસઅપ, ટેલીફોનીક વાતચીત તથા ઇ-મેઇલ સંદેશા વ્યવહાર મારફતે ફરીયાદી, દેવેન્દ્રભાઈ નરસિંહભાઇ દેત્રોજા રહે. મોરબી વાળા એવીયર ઇમ્પેક્ષ નામની કંપની ચલાવી કોકોપીટનું પ્રોડકશન વિદેશમાં એક્ષ્પોર્ટ કરવાના બહાને ફરીયાદી પાસેથી સને ૨૦૨૩ થી ૨૦૨૫ સુધીમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.૧,૭૨,૮૮,૪૦૦/-
ની રકમનું ટ્રાન્ઝેકશન કરાવી ફરીયાદી ને હોંગકોંગમાં કોઇ જ વેપાર ધંધો કે માલ એક્ષ્પોર્ટ ન કરાવી આપતા ફરીયાદીએ આ ત્રણેય કંપની વિરૂધ્ધ રૂ. ૧,૭૨,૮૮,૪૦૦/- જેટલા નાણા પડાવી લેવા અંગે સાયબર ક્રાઇમ ફ્રોડ આચેરલની ફરીયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા ગુ.ર.નં. ૦૦૦૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), ૧૧૧(૨)(બી) તથા આઇ.ટી. એક્ટ કલમ ૬૬ (સી), ૬૬(ડી) મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ. એન.એ.વસાવાએ હાથ ધરેલ હતી.
આ ગુનાની તપાસના કામે તાત્કાલીક આરોપીઓના મોબાઇલ નંબર, બેન્ક ડીટેઇલની માહિતી તથા અન્ય જરૂરી ટેકનીકલી માહિતી એકત્રીત કરી પો.સબ.ઇન્સ. , વાય,પી.વ્યાસ સાથે એક ટીમ બનાવી દિલ્હી મુકામે તપાસમાં રવાના કરેલ આ ટીમને ટેકનીકલ માધ્યમ મારફતે દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપનીમાં કામ કરતા એક કર્મચારીને હસ્તગત કરવામાં સફળતા મળેલ જે ઇસમને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી પુછપરછ કરી ગુનામાં અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
*પકડાયેલા આરોપીના નામ તથા આરોપીની ભુમિકા*
ધનંજય સ/ઓ પ્રદિપ રામજીલાલ શર્મા ઉ.વ.૨૩ રહે. દિલ્હી વાળો કે જે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપનીમાં કસ્ટમર સ્પોર્ટ ઓપેરટર તરીકે કામ સંભાળતો હતો.
*આરોપીઓની મોડસ ઓપરેન્ડી*
આ કામેના આરોપીઓ પૈકી આરોપી પારસ સીંગાલાએ ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ બનાવી તેમાં કામ કરવા માટે બી.સી.એ., બી.બી.એ., જેવા અભ્યાસ કરતા છોકરાઓ કામપર રાખી વેપારીઓને તેઓનો માલ વિદેશમાં એક્ષ્પોર્ટ કરવા સારૂ ઓનલાઇન વેબસાઇટ ઉપર વિદેશની કંપનીઓ સાથે વેપારધંધા કરાવા સારૂ જુદી જુદી સ્કીમો મુકી ઓનલાઇન ઉપર વેપારી સંપર્ક સાધે તેને પોતાની કંપનીના માણસો મારફતે જુદી જુદી સ્કીમો બતાવી તે માટે અલગ-અલગ ડોક્યુમેનટો ઓન લાઈન મંગાવી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ચાર્જ તળે નાણા ટ્રાન્ઝેકશન કરાવી મોટી રકમનું ફોર્ડ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
*આ કંપનીનો ગુનાહિત ઇતિહાસ :- આ કંપનીઓ વિરૂધ્ધમાં*
(૧) તેલંગાણાં રાજયના હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૦૦૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી), ૩૧૮(૪), ૩૧૯(૨) તથા આઈ.ટી એક્ટ ૨૦૦૦ ની કલમ- ૬૬(સી)(ડી) મુજબ રૂ.૧,૧૧,૩૩,૫૦૧/- ના ફોર્ડનો ગુનો રજી રજી. થયેલ છે.
(૨) ઉત્તરપ્રદેશ રાજયના રાયબરેલીના ગાર્ડન કોતવાલી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૪૩૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૩૬(૩), ૩૩૮,૩૪૦ (૨) મુજબ રૂ.૨,૬૭,૩૪,૯૨૧/- ના ફોર્ડનો ગુનો રજી રજી. થયેલ છે.
– *મોરબી પોલીસનો પ્રજાજોગ સંદેશ*
ટુંકી અને લોભામણી લાલચમા નહી આવી સતર્કતા રાખી સાવધાની પુર્વક વેપાર ધંધો કરવો, જેથી કરીને સાયબર ક્રાઈમ જેવા બનાવનો શિકાર ન બની તેમજ અજાણ્યા મો.નંબર પરથી આવતી લીંક ઓપન ન કરવી પોલીસ ક્યારેય પણ ફોનથી કોઈને ડીજીટલ અરેસ્ટ કરતી નથી.






