Sunday, March 8, 2026

કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા જિલ્લા પંચાયતના સહયોગથી જિલ્લા સ્તરીય ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મોરબી તથા મોરબી જિલ્લા પંચાયતના સહયોગથી તા. 7 સપ્ટેમ્બર 2025, રવિવારના રોજ યોજાયેલી જિલ્લા સ્તરીય ડ્રોઈંગ સ્પર્ધા – 2025ના ઇનામ વિતરણ સમારોહ આજ રોજ મોરબીના સરસ્વતી શિશુ મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.

કાર્યક્રમમાં મોરબી જિલ્લાભરના 550થી વધુ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ બાળકોની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મક ઉર્જાથી ઉજ્જવળ બની રહ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા,
સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લા,
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ નવનીતભાઈ,
તથા કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાની અને
ટ્રસ્ટના તમામ સદસ્યો તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનો દ્વારા બાળકોની પ્રતિભાને વધાવીને તેમને ભાવિ સફળતાની શુભકામનાઓ પાઠવવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન બાળકોની સર્જનાત્મક ડ્રોઈંગનું પ્રદર્શન પણ યોજાયું હતું, જેને સૌએ ખૂબ સરાહ્યું અને બાળકોના કલાત્મક પ્રયત્નોને પ્રશંસા કરી.

કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાનીએ એક મહત્વપૂર્ણ સામાજિક જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે આ આવનારી દિવાળી પર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ, કપડાં અને આનંદના પળો પહોંચાડવા માટે ટ્રસ્ટ વિશેષ સેવા અભિયાન શરૂ કરી રહ્યું છે.
તેમણે સમસ્ત નાગરિકોને અપીલ કરી કે પોતાના ઉપયોગમાં ન આવતા કપડાં, રમકડાં અથવા અન્ય વસ્તુઓ સ્વચ્છ રીતે ભેગી રાખી કલ્યાણ ટ્રસ્ટ સુધી પહોંચાડે, જેથી તે વસ્તુઓ યોગ્ય રીતે જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવી શકે.

કલ્યાણ ટ્રસ્ટના આ પ્રયત્ન દ્વારા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓમાં કલા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક વિચારશક્તિને પ્રોત્સાહન મળ્યું છે તેમજ સમાજસેવાની ભાવનાને પણ નવા પ્રેરક સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે.

ટ્રસ્ટના સંચાલક મંડળે જણાવ્યું કે આવનારા દિવસોમાં આવા વધુ શૈક્ષણિક અને પ્રેરણાદાયક કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં યોજીને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય ચાલુ રહેશે.

કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાનો, જજમંડળ, શિક્ષકો, વાલીઓ અને સહયોગીઓને હાર્દિક આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW