હળવદના દેવળીયા ગામના વિજય પટેલે માલ મોકલ્યો હોવાનું ખુલ્યુ મોરબી એલસીબી પોલીસનો સપાટો
માળીયા(મં) પો.સ્ટે. વિસ્તારમાં ભીમસર ચોકડી પાસે રોડ ઉપરથી ડમ્પરના ઠાઠામાં પતરા તથા તાલપત્રીની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના ૧૮૦ મીલીના ચપાલા નંગ ૪૩૨૦ તથા બે અલગ-અલગ બ્રાંડના બીયરના ટીન ૫૦૦ મીલીના નંગ ૨૫૬૮ કિં.રૂ.૫,૬૪,૯૬૦/- મળી કુલ ૧૦,૮૩,૩૬૦/- નો ઇંગ્લીશ/ બીયરનો જથ્થો મળી કુલ કિ.રૂ. ૨૫,૯૩,૩૬૦ /- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
Lcb ને ખાનગીરાહે હકિકત મળેલ કે, હળવદ તરફથી માળીયા (મીં) તરફ એક ડમ્પર નંબર- GJ36V5003 મા આવનાર છે. જે ડમ્પર ના પાછળના ઠાઠામા પતરા અને તાલપત્રીની આડમા ગે.કા.ઇંગ્લીશદારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકીકત આધારે માળીયા (મિં)ના ભીમસર ચોકડી નજીક આવેલ ઓવર બ્રીજ પાસે સર્વીસ રોડ પાસે ડમ્પરની વોચમાં રહેલ દરમિયાન હકીકત વાળુ ડમ્પર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાં નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમ પાસેથી 8 PM SPECIAL RARE WHISKY ૧૮૦ મીલી ના ચપલા નંગ ૪૩૨૦ કિં.રૂ.૫,૧૮,૪૦૦/- તથા બે અલગ-અલગ બ્રાંડના બીયર ૫૦૦ મીલીના નંગ ૨૫૬૮ કિં.રૂ.૫,૬૪,૯૬૦/- મળી કુલ ૧૦,૮૩,૩૬૦/- મળી તથા અન્ય મુદામાલ કળી કુલ ૨૫,૯૩,૩૬૦ /-ના મુદામાલ સાથે મળી આવતા માળીયા (ર્મિ) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
ડમ્પરનો ડ્રાઇવર- ચુનીલાલ અમેદારામ હુડા/જાટ રહે. ધુડાવા તા.ચોહટન થાના બાખાસર જીલ્લા બાડમેર
(રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
માલ મોકલનાર- વિજય જેન્તીભાઇ પટેલ રહે.દેવળીયા તા.હળવદ જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત
(1)8 PM SPECIAL RARE WHISKY ૧૮૦ મીલી.ની અંગ્રેજીદારૂના ચપલા નંગ ૪૩૨૦ કિં.રૂ.૫,૧૮,૪૦૦/-
(2)KING FISHER SUPER STRONG PREMIUM BEER 500ML બિયર નંગ-२२०८३.३.४,८५,७७०/-
(3)GODFATHER THE LEGENDARY ORIGINAL STRONG BEER 500ML નંગ-३८० ४ि.३.७८,२००/-
(૪) ડમ્પર નંબર- GJ36V5003 કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦-
(૫) બે મોબાઇલ ફોન કિં.રૂ૧૦,૦૦૦/-
(૬) અન્ય મુદામાલ કિં.રૂ.૦૦/-મળી કુલ કિ.રૂ. ૨૫,૯૩,૩૬૦ /- નો મુદામાલ કબજે કરેલ છે.






