(અહેવાલ: મયંક દેવમુરારી)
હોમ રાશન, સરગવા તથા મીલેટ્સથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનો નિદર્શન કાર્યક્રમ યોજાયો
મોરબી ઘટક બે ખાખરાળા સેજા હેઠળ આવતા ટીંબડી આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ અંતર્ગત પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરી હતી ઉજવણી નિમિત્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ નાયબ જીલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટ દ્વારા પોષણની સમજૂતી આપવામાં આવેલ કિશોરી તેમજ માતાઓ દ્વારા ટેક હોમ રાશન (THR) બનાવેલ વાનગી સરગવા તથા મીલેટ્સથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓના નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અતિકુપોષિત બાળકોનુ ICDS નો લાભ લીધા બાદ તંદુરસ્ત થયેલ બાળકોનુ કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન, સરગવા તથા મીલેટ્સથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ આ વાનગીઓનું નિદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં પોષણ વિશે જાગૃતિ, સ્થાનિક અન્નથી પૌષ્ટિક ખોરાક તૈયાર કરવાની પ્રેરણા અને સુપોષિત સમાજ તરફના પ્રયત્નોને વધુ વેગ મળ્યો હતો.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી.ભટ્ટ, ICDS ઘટક બે ના CDPO ભાવનાબેન ચારોલા તથા ખાખરાળા સેજાના સુપરવાઈઝર અંજલીબેન વિરડાના માર્ગદર્શન હેઠળ ટીંબડી ૨ ના આંગણવાડી કાર્યકર ત્રિવેદી દિવ્યાબેન, નવી ટિંબડીના આંગણવાડી કાર્યકર રામાનંદી ગાયત્રીબેન, ધરમપુર આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર ઉર્મિલાબેન, આરોગ્ય કર્મચારી છાયાબેન નિમાવત, તેમજ આશાબેન ઉપસ્થિત રહ્યા હતા





