વડોદરા રાવપુરા પોલીસે મોરબીના યુવાનના અત્યાર સુધી કરેલા પરાક્રમનો કર્યો પર્દાફાશ પત્રકાર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સીબીઆઈના કાર્ડ સાથે દબોચી લીધો
મોરબીના એક ભેજાબાજ યુવાનનું પરાક્રમ સામે આવ્યુ છે જેમાં યુવાન નકલી આઈકાર્ડ સાથે વડોદરાથી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે રાવપુરા પોલીસે દિલ્હી ક્રાઈમ તથા સીબીઆઇના બોગસ આઈકાર્ડ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો જેથી તેની વિરૂદ્ધ ખોટી પોલીસની ઓળખ ઊભી કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં પુછપરછ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટયો હતો જાણવા મળતી વિગત મુજબ રાવપુરા પોલીસની ટીમ ૨૯ ઓક્ટોબરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે માહિતી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા પુછપરછ માટે પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યાં પોલીસની પુછપરછ દરમિયાન પોતાનુ નામ ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી રહે,છાણી મૂળ મોરબીનો હોવાનું જણાવી પોતે પ્રેસ મીડિયામાં હોવાનું જણાવ્યું હતુ અને તેને આઈકાર્ડ બતાવવાનું જણાવતા તેની પાસેથી ચાર અલગ અલગ આઈકાર્ડ મળી આવ્યા હતા જેમાંથી સીઆઇડી ટ્રસ્ટ સીઆઇડી તથા સીનીયર મેમ્બર તથા સ્ટેટ ગુજરાત આઇકાર્ડ મળી આવ્યું હતુ જે આઇકાર્ડ બાબતે કોઈ નોંધણી કે વેરીફીકેશન કરાવેલ હોવા બાબતે પુછતા કોઇ નોંધણી કે કોઈપણ સરકારી કચેરીમાં વેરીફીકેશન કરાવેલ નથી તેમ જણાવ્યું હતુ જેથી પોલીસે ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી સીઆઇડી દિલ્હી ક્રાઇમ તથા સીબીઆઇના ઓળખપત્રો પોતાની પાસે રાખી પોતે પોલીસ હોય તેવી ઓળખ પ્રસ્થાપિત કરતા હોય મારી તેના વિરૂદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આમ નકલી આઈકાર્ડ સાથે વડોદરા રાવપુરા પોલીસે મોરબીના યુવાનને દબોચી લેતા ખળભળાટ મચી ગયો છે





