Saturday, March 7, 2026

સમગ્ર મોરબી પંથકમાં માવઠાનો માર ખેડૂતો બેહાલ કપાસનો સોથ બોલી ગયો પારાવાર નુકસાન

Advertisement
Advertisement
Advertisement

ખેતરમાં ઉભેલા સફેદ સોના પર માવઠાની નજર લાગી કપાસ કાળો પડી જતા ખેડૂતોને કરોડોનું નુકસાન

મોરબી જીલ્લામાં સહિત માળીયામિંયાણા પંથકમાં માવઠું મુસિબત બની ત્રાટક્યું હોય તેમ છેલ્લા એક અઠવાડિયાથી પંથકમાં વરસતા કમોસમી વરસાદથી ખેતરો તરબોળ બની ગયા છે એક અઠવાડિયાથી ધીમીધારે વરસતા વરસાદથી પંથકમાં અંદાજીત દોઢથી બે ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા ખેડૂતોને કરોડોનું નુકસાન થવા પામ્યું છે કહેવત‌ છેને મેહ જાય પણ માવઠું ન જાય એ કહેવત મુજબ છેલ્લા એક અઠવાડિયાથી મોરબી જીલ્લામાં ભરતનગર, લક્ષ્મીનગર, જુનાઘાટીલા વેજલપર ખાખરેચી કુંભારીયા વેણાસર સુલતાનપુર સરવડ ભાવપર ભેલા બગસરા વવાણીયા જશાપર નાનીબરાર સહીતના વિસ્તારોમાં માવઠું મુસિબત બની ત્રાટકતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે આકાશેથી આફત બની ત્રાટકેલા કમોસમી માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે કેમ કે સાત દિવસ સતત ધીમીધારે વરસતા વરસાદે કપાસ જેવા પાકોનો સોથ બોલાવી દીધો છે ખેડૂતોને કપાસ વિણવાની સિઝન શરૂ થવાની હતી ત્યાં ખેડૂતોના માથે માવઠું મંડરાયું હતુ જે માવઠું એક બે દિવસ નહીં પરંતુ એક અઠવાડિયા સુધી સક્રીય રહેતા સાતેક દિવસથી સુર્યાના દર્શન પણ દુર્લભ બન્યા હતા જેના કારણે ખેડૂતોએ વિણેલો અને ઉભા કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવી પડી છે કેમ કે સતત પડેલા વરસાદને કારણે કપાસ કાળો પડી જતા ખરાબ કોલેટીના કારણે ખેડૂતોને મફતના ભાવે કપાસ વેચવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો બીજી તરફ અમુક જગ્યાએ કપાસ ઉગી નીકળતા ખેતરમાં જ ઊભા કપાસ ઉપર રોટાવેટર ફેરવી દેવા ખેડૂતો મજબુર બન્યા છે આમ ખેડૂતોને‌ મોઢે‌ આવેલો કોળીયો માવઠા રૂપી કમોસમી વરસાદે છિનવી લેતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જેથી સરકાર સર્વે વિના યોગ્ય પેકેજ જાહેર કરે અને વળતર આપે તેવી જિલ્લાભરના ખેડૂતો માંગ કરી રહ્યા છે કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લાભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તે‌ જગજાહેર છે જેના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જેથી સર્વે વિના તાત્કાલિક યોગ્ય વળતર મળે જેથી ખેડૂતોને પડ્યા ઉપર પડેલ પાટુની રૂઝ આવે ખેડૂત આગામી સિઝન સુધી પગભર થાય કેમ કે હવે ખેડૂતોને શિયાળુ સિઝન નજીક હોય શિયાળુ સિઝન ઉપર પણ ચિંતાના વાદળો ઘેરાયા છે કમોસમી વરસાદથી જમીન પર ભેજના કારણે જીરા જેવા પાકોનુ વાવેતર કરવું કે કેમ તે‌મા પણ ખેડૂતો ભારે મુંજવણમાં મુકાયા છે આમ ખેડૂતોને આ કમોસમી માવઠાથી શું કરવું શું ન કરવું ખેડૂતોને કમોસમી વરસાદે ભારે મુંજવણમાં મુકી દીધા છે એક તો ચોમાસુ સીઝનના છેલ્લા વરસાદે કપાસનો ફાલ ખેરવી નાખતા ખેડૂતોને એક વીણ ફેલ ગઈ હતી ત્યાં ફરી તા.૨૭ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ડબલ માર પડતા ખેડૂતો બેહાલ બન્યા છે અને હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની જતા કફોડી હાલતમાં સરકાર પાસે યોગ્ય વળતરની ગુહાર લગાવી છે અત્રે ઉલ્લેખનીય છેકે આકાશેથી વરસેલી આફતથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે વેજલપર ખાખરેચી કુંભારીયા વેણાસર જુના ઘાટીલા સુલતાનપુર જેવા વિસ્તારોમાં તો ચોમાસા જેવા માહોલ વચ્ચે વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવી પડી છે અને આ વિસ્તારમાં ઉત્પાદનમાં અત્યંત ઘટાડો તો ઠીક ખાતર બિયારણના ખર્ચના પણ ફાંફા પડ્યા જેવો ઘાટ સર્જાયો છે જેથી તાત્કાલિક અસરથી ખેડૂતોને યોગ્ય વળતર અપાઈ તેવી માંગ સમગ્ર જિલ્લામાં ઉઠી રહી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW