Saturday, March 7, 2026

માળીયામિંયાણાના સોનગઢ ગામેથી ડીઝલ ચોરીના કારસ્તાનનો પર્દાફાશ ૪૭.૧૪ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા પોલીસ ડીઝલ ચોરો પર ત્રાટકી લાખોના મુદ્દામાલ સાથે બે ઝડપાયા એકને પકડવા ચક્રો ગતિમાન કર્યા

Advertisement

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફ ને બાતમી મળેલ કે, સોનગઢ ગામના રામજી મંદિર પાછળ અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે સદરહુ જગ્યાએ પોલીસે રેઇડ કરતા ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ ૦૯ મા રહેલ ડિઝલ લી ૧૮૦૦ કિ રૂ ૧,૪૪,૦૦૦/- તથા એક ટેન્કર જેના રજી નં GJ-19-Y-1551 જેની કિ રૂ ૨૮,૦૦,૦૦૦/- તથા ટેન્કરમા ભરેલ ડીઝલ આશરે ૨૨૦૦૦ લીટર જેની કિ રૂ ૧૭,૬૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૪૭,૧૪,૮૦૦/- સાથે બે ઇસમોને પકડી પાડી ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી :-

૧) શ્યામજીસિંધ કૈલાષસિંધ રાજપુત ઉ.વ-૫૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.હાલ અમદાવાદ, સહજાનંદ રેસીડન્સી દસક્રોઇ,બારેજા તા.જી.અમદાવાદ મુળ રહે. રયા તા.જી.ભદોઇ ભદોઇ (યુ.પી)

(૨) પરેશભાઇ ઉર્ફે લાલો ભુરાભાઇ વીરડા ઉ.વ-૪૧ રહે. સોનગઢ તા.માળીયા મીં જી.મોરબી.

પકડવા ઉપર બાકી આરોપી:-

દશરથભાઇ જશાભાઇ હુંબલ રહે. મોટી બરાર, તા.માળીયા મીંયાણા, જી.મોરબી

કબ્જે કરેલ મુદમાલ:-

(૧) આઇશર કંપનીનુ એક ટેન્કર તથા તેમા ભરેલ એચ.એફ.એચ.એસ.ડી ડીઝલ ૨૨૦૦૦ લીટર જેની કિ.રૂ. ૪૫,૬૦,૦૦૦/-

(૩) પ્લા.ના ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ-૦૯ જેમા એચ.એફ.એચ.એસ.ડી ડીઝલ. ભરેલ કુલ લીટર-૧૮૦૦ કી.રૂ.૧,૪૪,૦૦૦/-

(૪) લોખંડના વાલ્વ વાળી નંળી નં-૦૪ .રૂ.૮૦૦/-

(૫) મોબાઇલ નંગ-૦૨ કી.રૂ.કી.રૂ.૧૦,૦૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW