મોરબી આસપાસની ગીચતામાં કચ્છ હાઈવે પર થયેલ ટેન્કર બ્લાસ્ટ જેવો બ્લાસ્ટ થશે તો ? સવાલ સળગતો
મોરબી જિલ્લાના હાઈવે પર દોડતા ગેસ ભરેલા જવલ્લનસિલ ગણાતા ટેન્કરો મોરબી જિલ્લાની પ્રજા માટે કેટલા જોખમી ચર્ચાનો વિષય બન્યો તાજેતરમાં જ કચ્છ હાઈવે પર કટારીયા પાસે ગેસ ટેન્કર બ્લાસ્ટ થતા મોટો બોમ્બ બ્લાસ્ટ જેવો આકાશમાં આગે આકાર લીધો હતો અને એટલો ભયંકર બ્લાસ્ટ હતો કે ટેન્કરના ટુકડે ટુકડા થઈને દુર દુર ૪૦૦ મીટર સુધી પડયા હતા પરંતુ આ ગંભીર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે મોરબી જિલ્લાના હાઈવે પર દોડતા અતિ ડેન્જર ગણાતા એલપીજી ગેસ ભરેલા ટેન્કરો જો દુર્ઘટના સર્જે તો કેવી જાનહાની થાય તેનો અંદાજ કરવો મુશ્કેલ છે કેમ કે સીરામીકથી ધમધમતા રોડ પર જો કચ્છ હાઈવે પર થયેલ ગેસ ટેન્કર જેવો બ્લાસ્ટ મોરબી ગીચતા વિસ્તારમાં ટેન્કર ફાટે તો કેવી જાનહાની થાય વાત કરતા જ હ્દય કંપી ઊઠે છે ત્યારે જો ગેસ દુઘટર્ના સર્જાઈ મોટી જાનહાની થાય તેમ છે જેથી બેફામ ગેસ ટેન્કરો સામે તંત્ર કેવા પ્રકારના સેફ્ટીના પગલાં લેશે ક્યારે લેશે તેના પર ચિંતન કરવાની તાતી જરૂરીયાત છે મોરબી આસપાસના વિસ્તારોમાં ગીચતા હોવાથી ગેસ ટેન્કરો મોતનો સામાન બની દોડી રહ્યા છે તેના પર તંત્ર અંકુશ લગાવવા માટે કોઈ પગલાં ભરે અથવા કોઈ સેફ્ટી જેવા પગલાં ભરવા ધ્યાન આપે તે જરૂરી છે અન્યથા મોરબીની પ્રજા માટે જોખમી બની હરતા ફરતા યમરાજા કેટલાનો જીવ લઈ જશે તેવું કહેવું મુશ્કેલ છે જેથી તંત્ર જાગે તે જરૂરી છે અન્યથા કચ્છ હાઈવે પર થયેલ બ્લાસ્ટ જેવા બ્લાસ્ટની રાહ જોશે અને તેવી ગંભીર ઘટનામાં મોતને ભેટે તો જવાબદારી કોની? તેવો સળગતો સવાલ ઉઠી રહ્યો છે





