Friday, March 6, 2026

મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનના નંબર માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે

Advertisement
Advertisement
Advertisement

www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ-વ્હીલર માટે GJ36 BC તથા ફોર વ્હીલર માટે GJ36 BB સીરીઝના નંબર માટેની ટેન્ડર પ્રક્રીયા તા:-૦૧/૦૨/૨૦૨૬ થી શરૂ થનાર છે. તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૭/૦૨/૨૦૨૬ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૦૭/૦૨/૨૦૨૬ થી તા. ૦૯/૦૨/૨૦૨૬ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૦૯/૦૨/૨૦૨૬ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

Advertisement

મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી ૨ (બે) દિવસમાં મોરબી એઆરટીઓ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે તેમજ બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW