Friday, March 6, 2026

આમરણ ગામ ની સીમ માંથી જુગાર રમતા પાંચ પકડાયા એક નાશી છૂટ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ આમરણ સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ ૬ ઇસમો ઉપર રેઇડ કરતા ગંજીપતાના પાના તથા રોકડા રૂપીયા- ૧,૫૯,૩૦૦/- ના મુદામાલ સાથે પાંચ ઇસમો મળી આવતા તેને પકડી પાડી અને એક ઇસમ રેઇડ દરમિયાન નાશી જતા છએ ઇસમો વિરૂધ્ધ જુગાર અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઈમ બ્રાંચ મોરબી.

મોરબી LCB ને ખાનગી બાતમીરાહે મળેલ મુજબ આમરણ જીવાપર રોડ આમરણ ગામની સીમમાં ચેકડેમ પાછળ ખરાબામા જાહેરમા બાવળની કાંટમાં અમુક લોકો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા હોવાની મળેલ માહિતી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ ૦૬ ઇસમો જુગાર રમતા હોય જેમા ૦૧ ઇસમ રેઇડ દરમિયાન નાશી જતા નીચે જણાવેલ ઇસમો રોકડા રૂ.૧,૫૯,૩૦૦/- તથા ગંજીપાના પાના નંગ-૫૨ સાથે મળી આવતા તેઓને પકડી પાડી આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામા

(૧) દેવદાનભાઇ મોમૈયાભાઇ કુંભરવાડીયા/ રહે.આમરણ તા.જી.મોરબી

(૨) અસ્લમમીંયા સુલતાનમીંયા બુખારી/સૈયદ રહે.આમરણ તા.જી.મોરબી

(૩) ધીરજભાઇ વાલજીભાઇ બોપલીયા/પટેલ રહે.આમરણ તા.જી.મોરબી

(૪) પ્રવિણભાઇ રાઘવજીભાઇ લીખીયા/પટેલ રહે.આમરણ તા.જી.મોરબી

(૫) ગૌતમભાઇ અમૃતભાઇ લીખીયા/પટેલ રહે.આમરણ તા.જી.મોરબી

(૬) નીજામ ફારૂકમીંયા બુખારી રહે.આમરણ તા.જી.મોરબી (રેઇડ દરમિયાન નાશી ગયેલ છે.)

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW