Saturday, March 7, 2026

હળવદના ભવાનીનગરમાં રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ એક ઝડપાયો બે ફરાર

Advertisement
Advertisement
Advertisement

હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા વિદેશી દારૂનો કુલ કિ.રૂ ૧,૩૩,૭૦૦/- નો મુદામાલ પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી હળવદ પોલીસ

હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસની સુચનાથી હળવદ પોલીસ સ્ટાફ ને મળેલ બાતમીના આધારે હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી દેશી દારૂ લીટર ૩૫૦ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો લીટર- ૨૨૦૦ તથા બીયર ટીન નંગ ૨૫ મળી કુલ કિ.રૂ.૧,૩૩,૭૦૦/- નો મુદામાલ પકડી એક મહિલા તથા બે પુરૂષ ઇસમો વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ ::

(૧) સુનિલ દિલીપભાઇ રીબડીયા રહે શ્રીહરી ટાઉનશીપ, ખેરાડી ગામ પાસે તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર

પકડવાના બાકી આરોપીઓનુ નામ ::

(૧) માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઇ રાતોજા

(૨) ઉર્મિલાબેન વા/ઓ માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઇ રાતોજા બન્ને રહે હળવદ ભવાનીનગર ઢોર રામાપીર મંદિરથી આગળ તા.હળવદ જી.મોરબી

મુદામાલની વિગત ::

(૧) આથો લીટર ૨૨૦૦, દેશી દારૂ લીટર-૩૫૦, બીયર ટીન નંગ ૨૫, દેશી દારૂ બનાવવામાં વપરાયેલ ભઠ્ઠીના સાધનો બકડીયા નંગ-૨, સ્ટીલની થાળીઓ નંગ-૨, ચુલા નંગ-૨, ગેસની બોટલ નંગ-૧ જેની કુલ કિ.રૂ.૧,૩૩,૭૦૦/- નો મુદામાલ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW