Saturday, March 7, 2026

મોરબી સીરામીક મેન્યુફેક્ચરિંગ એસોસિએસન દ્વારા જીએસટી અધિકારીઓ સાથે સેમિનાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે ભારત સરકારના Directorate General of Taxpayer Services (DGTS) ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ સુમિતકુમાર તેમજ પંકજકુમાર સહિત જીએસટી વિભાગના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે વિશેષ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિરામિક ઉદ્યોગના પ્રશ્નો પર વિગતવાર ચર્ચા

સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને એક્સપોર્ટ પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ, ઈ-વે બિલ (E-Way Bill) સંબંધિત પ્રશ્નો તેમજ જીએસટી નિયમોને લગતા મુદ્દાઓ અંગે અધિકારીઓએ ઉદ્યોગકારોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
આ ચર્ચા દરમિયાન ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોના નિરાકરણ માટે સ્પષ્ટતા આપવામાં આવી, જેના કારણે ઉદ્યોગને વ્યવહારિક સ્તરે લાભ થવાનો વિશ્વાસ વ્યક્ત થયો હતો.

આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિ

કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કુંડારીયા તથા પૂર્વ પ્રમુખ નિલેષ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા સહિત અન્ય હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત વિવિધ અન્ય એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ સક્રિય ઉપસ્થિતિ નોંધાવી હતી.

સિરામિક ટાઈલ્સ પર 5% જીએસટી દરની માંગ

સેમિનાર દરમિયાન ઉદ્યોગકારો દ્વારા સિરામિક ટાઈલ્સ પર લાગુ જીએસટી દરને ઘટાડીને 5% કરવાની મજબૂત રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે અધિકારીઓને વિગતવાર માહિતી અને ઉદ્યોગ પર તેની અસર અંગે સમજાવવામાં આવી હતી તથા ઉદ્યોગહિતમાં અનુકૂળ વિચારણા કરવા વિનંતી કરવામાં આવી હતી.

ઉદ્યોગ અને સરકાર વચ્ચે સંવાદનું મજબૂત પ્લેટફોર્મ

આ સેમિનાર ઉદ્યોગ અને સરકાર વચ્ચે સંવાદનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થયું છે. કાર્યક્રમના માધ્યમથી ઉદ્યોગકારોને જીએસટી નિયમોની વધુ સ્પષ્ટ સમજ મળી છે, જેનાથી આવનારા સમયમાં વ્યવસાય વધુ સરળતાથી ચલાવી શકાશે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ઉદ્યોગના વિકાસ અને સમસ્યાઓના નિરાકરણ માટે આવા માર્ગદર્શક કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW