Saturday, March 7, 2026

મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન પૂરું પાડવામાં આવે છે, તેમના સ્વાસ્થ્યની પણ જાળવણી કરવા માટે અહી સમયાંતરે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાય છે, તાજેતરમાં અહી આશ્રય મેળવેલા લોકો ના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે, મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે આશ્રિતો માટે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખાના સહયોગ થી જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં હતું, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને તપાસી જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી ના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર દર 15 દિવસે આશ્રયગૃહના આશ્રિતો માટે આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, આ કેમ્પમાં કુલ 51 જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ એ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW