Saturday, March 7, 2026

મોરબીમાં CMUBS યોજના હેઠળ ૩૦ CNG સીટીબસ માટે ટેન્ડર લાઈવ

Advertisement
Advertisement
Advertisement

Morbi Municipal Corporation દ્વારા શહેરના નાગરિકોને સુવિધાજનક, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકારની Chief Minister Urban Bus Service (CMUBS) યોજના અંતર્ગત મોરબી શહેર માટે કુલ ૩૦ (ત્રીસ) CNG આધારિત સીટીબસો માટેનું ટેન્ડર લાઈવ કરવામાં આવ્યું છે.

Advertisement

આ નવી CNG બસો આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે અને શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક વિસ્તારો તેમજ વેપાર કેન્દ્રોને આવરી લેતા વિવિધ રૂટ પર સંચાલિત કરવામાં આવશે. આ પહેલથી શહેરમાં ટ્રાફિકનો ભાર ઘટાડવામાં મદદ મળશે અને પર્યાવરણ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

નાગરિકોને સસ્તી, સુલભ અને સમયબદ્ધ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થશે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને વધુ લાભ મળશે.

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પસંદગી થયેલ એજન્સી દ્વારા ટૂંક સમયમાં સીટીબસ સેવા શરૂ કરવામાં આવશે. મોરબી શહેરમાં સુવ્યવસ્થિત જાહેર પરિવહન વ્યવસ્થા ઉભી કરવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW