Saturday, March 7, 2026

વાંકાનેર તાલુકામાં વિન્ડ સોલાર ના થાંભલા માંથી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરતી ગેંગ ઝડપાય ₹14,13,600નો મુદ્દામાલ જપ્ત

Advertisement
Advertisement
Advertisement

કુલ 4 આરોપી સહિત માલ ખરીદનાર પણ પોલીસના હાથે
મોરબી એલ.સી.બી. દ્વારા કાર્યવાહી

Advertisement

ગુનાની હકીકત એવી છે.કે, કલીનમેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન લીમી.કંપનીના સબ સ્ટેશન બનાવી પવનચકી તથા સોલારની 33kv લાઇન લગાવવાના કામનો પેટા કોન્ટ્રાકટર, ઓપેરા એનર્જી, પ્રા.લી કંપનીએ રાખેલ છે. અને વાંકાનેર તાલુકાના જુદા જુદા સીમ વિસ્તાર માં ૩૩ કેવી એલ્યુમિનિયમ વાયર લગાવવાનુ કામ ચાલુ હોય એ દરમિયાન કોઇ અજાણ્યા ઇસમએ ઉપરોકત જુદા જુદા સમય/સ્થળેથી આ ૩૬૮૦ મીટર વાયરો જે એક મીટરનો વજન આશરે ૮૦૦ ગ્રામ લેખે ૩૬૮૦ મીટર વાયરનો વજન આશરે ૩૦૦૦ કિલોગ્રામ જે એક મીટરની કિંમત રૂપીયા ૩૦૦/- લેખે ૩૬૮૦ મીટરની કુલ કિંમત રૂપીયા ૧૧,૦૪,૦૦૦/- નો કોઇ સાધનથી કાપી ચોરી કરી લઇ ગયેલ અને આ સિવાય અન્ય આવા વાયર ૧૭૭૦ મીટર કિં.રૂ.૫,૩૧,૦૦૦/-કાપી નુકશાની કરી નાશી જતા અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી

વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢવા પોલીસ પ્રયત્નશીલ હતી તે દરમિયાન વાંકાનેર રાતીદેવડી બાયપાસ રોડ પર પંચાસર ચોકડી નજીક ઇન્ડીયન પ્લાસ્ટીક નામના ભંગારના ડેલામાં ચેક કરતા કુલ પાંચ ઇસમો મુદામાલ સાથે મળી આવતા અને આ એલ્યુમિનિયમના તારની ચોરીનો ગુનો આચર્યાની કબુલાત આપતા તેઓ તમામને મુદામાલ સાથે હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સટેશન ખાતે સોંપી વધુ તપાસ હાથ ધરી છે

પકડાયેલ આરોપીઓના નામ સરનામા-

(૧) કુકાભાઇ ઉર્ફે કુકો મનજીભાઇ ડાભી રહે.વિનયગઢ તા.વાંકાનેર જી.મોરબી

(૨) શૈલેષભાઇ રમેશભાઇ ગણાદીયા રહે. સતાપરગામ તા.વાંકાનેર જી.મોરબી

(૩) કરણભાઇ ઉર્ફે સંજય રાજાભાઇ ગણાદીયા રહે.સતાપર તા.વાંકાનેર જી.મોરબી

(૪) ભુરાભાઇ માલાભાઇ સરૈયા રહે. હીરાણા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર

ચોરીનો મુદામાલ રાખનાર આરોપીઓના નામ સરનામાં

હુશેનભાઇ વલીમામદભાઇ કાસમાણી રહે. ચંદ્રપુરગામ તા. વાંકાનેર જી.મોરબી

– પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા-

(૧) વિપુલભાઇ રવજીભાઇ મકવાણા રહે. વિનયગઢ તા.વાંકાનેર જી.મોરબી

(૨) કિશનભાઇ વેલજીભાઇ ધોરીયા રહે. શેખરડી તા.વાંકાનેર જી.મોરબી

(૩) સામજીભાઇ બચુભાઇ કુમખાણીયા રહે.સરોડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર

(૪) જગાભાઇ હેમુભાઇ મકવાણા રહે. વિનયગઢ તા.વાંકાનેર જી.મોરબી

(૫) કિશન પ્રેમજી ગોરીયા રહે. સતાપર તા.વાંકાનેર જી.મોરબી

કબ્જે કરેલ મુદામાલ :-

(૧) મોબાઇલ નંગ ૦૭ કિં.રૂ. ૩૫,૦૦૦/-

(ર) એલ્યુમિનિયમના ઢાળીયા નંગ ૧૫૭ વજન આશરે ૨૬૫૦ કિલો કિં.રૂ.૯,૭૫,૨૦૦/-

(૩) વાયર કાપવાના કટર નંગ-૨ કિ.રૂ.૧,૨૦૦/-

(૪) બેલ્ટ પટ્રો નંગ-૧ કિ.રૂ.૨,૦૦/-

(૫) ઇલેકટ્રીક ગ્રાઇન્ડર નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/-

(૬) ઇલેકટ્રીક જમ્પર નંગ-૨ કિ.રૂ.૧,૦૦૦/-

(૭) બોલેરો પીકઅપ નંબર GJ13AW8337 કિં.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત ૧૪,૧૩,૬૦૦/- રૂપીયા નો મુદામાલ કબજે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW