Friday, March 6, 2026

ટીંબડી ગામે શ્રદ્ધાભેર હોલિકાદહન: મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ટીંબડી ગામે હોળી પર્વ નિમિત્તે હોલિકાદહનનો કાર્યક્રમ ધાર્મિક વિધિ અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે ઉજવાયો હતો. ગામના મુખ્ય ચોક ખાતે હોલિકાદહન કરવામાં આવ્યું, જેમાં નાના બાળકો થી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

વિધિ દરમિયાન પૂજા-અર્ચના કરવામાં આવી અને સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી. ગ્રામજનોએ પરંપરાગત લોકગીતો ગાઈ અને એકબીજાને હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને ઉત્સાહથી છલકાયું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW