મોરબી એ ડિવિઝન પોલીસનો જુગાર ધામ પર દરોડો: દોઢ ડઝન જુગારીઓ ઝડપી, ₹6.15 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં જુગાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતા મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે કબીર ટેકરી નજીક એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમી રહેલા દોઢ ડઝન જેટલા ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે કિશન નરશીભાઈ અગેચણીયા, મીલનભાઈ નરશીભાઈ અગેચણીયા, સુનીલભાઈ જગદીશભાઈ સનારીયા, જીગરભાઈ વ્રજલાલ દસાડીયા, પરાગભાઈ ભાગવતભાઈ પંચાસરા, આકાશભાઈ સુરેશભાઈ માંડવીયા, દીલીપભાઈ રજનીકાંતભાઈ મહેતા, વિશાલભાઈ પ્રફુલભાઈ મહેતા, વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ, રવીરાજભાઈ દિનેશભાઈ પારેખ, જીતેન્દ્રભાઈ રમેશભાઈ વાળા, અજયભાઈ શામળદાસ કાગડા, કૌશલભાઈ પ્રફુલભાઈ ખીલોશીયા, કલ્પેશભાઈ જગદીશભાઈ સોલંકી, રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા, દેવાંગભાઈ મહેન્દ્રભાઈ મહેતા, મૌલીકભાઈ વિજયભાઈ રાણપરા અને ધીમલભાઈ હર્ષદભાઈ ગોસાઈ સહિત કુલ દોઢ ડઝન જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી રૂપિયા 2,15,000 રોકડા તેમજ 8 બાઈક મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹6,15,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW