T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ભવ્ય જીત સાથે ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા મોટા અંતરથી જીત નોંધાવી અને દેશને ગૌરવ અપાવ્યું છે.
ભારતની જીતમાં બોલરોનો મહત્વનો ફાળો રહ્યો હતો.
જસપ્રીત બુમરાહે 4 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપ તોડી નાખી, જ્યારે અક્સર પટેલે 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી કિવી ટીમને દબાણમાં મૂકી દીધી.
આ પહેલા ભારતીય બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ હતી.
આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી વિશ્વ ક્રિકેટમાં ફરી પોતાનો દબદબો સાબિત કર્યો છે.





