Thursday, March 19, 2026

મોરબીના ડૉ. મનીષ સનારિયાની દ્વિ-સિદ્ધિ : આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જાણીતા તબીબ ડૉ. મનીષકુમાર એ. સનારિયાએ તાજેતરમાં બે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મેડિકલ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી શહેર તેમજ તબીબી ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે. કેન્સર પ્રતિરોધ અને ખાસ કરીને HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) અંગે જાગૃતિ માટેની આ સિદ્ધિઓને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Advertisement

પ્રથમ સિદ્ધિ તરીકે, કેન્સર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને અમેરિકન કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્રિવેન્ટ ગ્લોબલ HPV કેન્સર્સ’ પહેલ હેઠળ ડૉ. સનારિયાએ વિશેષ તાલીમ પૂર્ણ કરી છે. ‘મેડિકલ સોસાયટીઝ લીડિંગ ધ વે ટુ સર્વિકલ કેન્સર એલિમિનેશન’ વિષયક આ તાલીમમાં ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટે HPV રસીકરણના મહત્વ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ FOGSIના પ્રેસિડેન્ટ ડૉ. સુનીતા તાંદુલવાડકર તથા IMAના પ્રેસિડેન્ટ ડૉ. દિલીપ પી. ભાનુશાલીએ તેમને પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા છે.

બીજી મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે, ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશન (IPA) અને અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા આયોજિત “HPV VACs: Vaccinate Adolescents Against HPV Cancers” વિષયક તાલીમ કાર્યક્રમ પણ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ તાલીમમાં કિશોરોમાં HPV સંક્રમણ અટકાવવા તથા રસીકરણ દ્વારા ભવિષ્યમાં કેન્સર સામે રક્ષણ મેળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોર્સ પૂર્ણ કરવા બદલ IPAના પ્રેસિડેન્ટ પ્રો. જોસેફ હદદાદ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. નવીન ઠાકર અને અમેરિકન કેન્સર સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. અનુ કે. અગ્રવાલ દ્વારા તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

ડૉ. મનીષ સનારિયાની આ દ્વિ-સિદ્ધિ બદલ મેડિકલ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સ્નેહીજનો દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે. તાલીમ બાદ તેઓ સમાજમાં HPV રસીકરણ અંગે જાગૃતિ ફેલાવી કેન્સર મુક્ત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW