Friday, March 20, 2026

મોરબીમાં કેનાલ કિનારે સુરક્ષા મુદ્દે ભાજપ અગ્રણી ની કમિશનર ને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી શહેરની મોરબી દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ તરફ જતા માર્ગ પર આવેલી કેનાલની બંને બાજુ ખુલ્લી હોવાને કારણે ગંભીર અકસ્માતોની શક્યતા ઉભી થઈ રહી છે. આ માર્ગ પર દિવસભર સ્કૂલ વાહનો, રીક્ષા, ફોરવ્હીલર, ટ્રક તેમજ પેસેન્જર વાહનોની ભારે અવરજવર રહેતી હોવાથી ટ્રાફિક પણ ભારે રહે છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, જો કોઈ અકસ્માત સર્જાય તો ખુલ્લી કેનાલને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ખાસ કરીને બાળકોને લઈને જતાં સ્કૂલ વાહનો અને રાત્રિના સમયે અંધારામાં આ માર્ગ વધુ જોખમી બની જાય છે.

આથી મોરબી ભાજપ ના અગ્રણી સુરેશભાઈ શિરોહીયા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં વિનંતી કરી છે કે કેનાલની બંને બાજુ રેલિંગ, દીવાલ અથવા એંગલ ફિટિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના અટકાવી શકાય.

તાત્કાલિક સ્થળ પર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW