Friday, March 20, 2026

મોરબી: જુગારધામ પર બી ડિવિઝન પોલીસનો દરોડો 4 આરોપીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક અભિયાન હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એ. ગઢવી તથા સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે મોરબી-૨ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા શુભ કોમ્પલેક્ષમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ દરમિયાન ઓફિસ નં. ૩૨૭ માં ચાલતી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિ ઝડપાઈ હતી, જ્યાંથી કુલ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ:

1. ધ્રુવલભાઈ કાળુભાઈ માકસાણા (રહે. મોરબી-1)

2. જયકિશનભાઈ ભરતભાઈ કલોલા (રહે. મોરબી)

3. અંકિતભાઈ રણછોડભાઈ કણસાગરા (રહે. મોરબી-2)

4. સંજયભાઈ વિઠલભાઈ સોરીયા (રહે. મોરબી)

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW