મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા માટે સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. શનિવારે સવારે 9 વાગ્યાથી સુપર માર્કેટ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે પક્ષીઓ માટે પાણીના 1500 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં શહેરના મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પાણીના કુંડા મેળવી જીવદયાના કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ઉનાળાની તીવ્ર ગરમીમાં પક્ષીઓને પાણી ઉપલબ્ધ રહે તે માટે કરવામાં આવેલી આ પહેલને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.
આ અવસરે આયોજકો દ્વારા શહેરના નાગરિકોને પોતાના ઘર, છત કે આસપાસના વિસ્તારમાં પાણીના કુંડા મુકી પક્ષીઓની સંભાળ રાખવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા અપીલ કરવામાં આવી હતી.





