મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી પ્રાંત અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં પદયાત્રાનું પ્રસ્થાન

રાષ્ટ્રભક્તિના નારા સાથે ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે પદયાત્રાની પૂર્ણાહુતિ; પોલીસના જવાનો, પોલીસ કેડેટ્સ, DLSS અને શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ફેઝ-૨ ની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ઐતિહાસિક મણીમંદિરથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીશ્રીઓ અને મોરબીવાસીઓ જોડાયા હતા.

વંદે માતરમ્ @ ૧૫૦’ ના આ દ્વિતીય તબક્કાની ઉજવણી દ્વારા મોરબી જિલ્લામાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આયોજિત આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ મણીમંદિર ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચી હતી. જ્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વંદે માતરમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ભારતના સંવિધાન અને સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW