તિથિ દ્વિધા વચ્ચે રામનવમી ઉજવણી: શું કહે છે પંચાંગ? જાણો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ચૈત્ર સુદ આઠમને ગુરુવાર તા.26 માર્ચના દિવસે સવારે 11:50 સુધી આઠમ તિથિ છે.
“રામ નવમી “.
ત્યારબાદ નોમ તિથિ છે. જે શુક્રવારે સવારના 10:08 વાગ્યા સુધી છે.

આમ ચૈત્ર સુદ નોમને શુક્રવારે ઉદિત નોમ તિથિ છે. પંચાંગમાં પણ વૈષ્ણવ પંથની રામનવમી શુક્રવારે આપેલી છે . માટે તે જ માન્ય ગણવી.આથી 27મીએ મનાવી પણ ઉચિત ગણાશે.

જોકે અયોધ્યામાં રામનવમી 26મીએ ઉજવાશે .જ્યારે સરકારી જાહેર રજા પણ 26 તારીખે છે.

, ગુરુવારે દુર્ગાષ્ટમી છે. આથી ગુરુવારના દિવસે જે લોકોને આઠમના નિવેદ થતા હોય તો ગુરુવારના દિવસે કરવા, આઠમનો હવન ગુરુવારના દિવસે કરવો શુભ રહેશે.

રામ નામ ૐ કાર સમાન છે. બીજા બધા મંત્ર જાપ બોલવામાં નીતિ નિયમ છે. ફક્ત રામ નામના મંત્ર જ એવો છે કે, જે

ઘર,પૂજા, મંદિર અને સ્મશાનમાં પણ બોલી શકાય છે. રામનવમીના-દિવસે બપોરે અભિજિત મુહૂર્ત 12:24થી 1:14 સુધી છે. શ્રીરામના 7 સૌથી સરળ મંત્રોઃ (1) ‘રામ’ આ મંત્રકોઈપણ જગ્યાએ, કોઈપણ સમયે બોલી શકાય,
(2) રાં રામાય નમઃ આ મંત્રના જપ કરવાથી આર્થિક સંકટ દૂર થાય.
(3) રામચંદ્રાય નમઃ આ મંત્રના જપથી જીવનના કલેશ દૂર થાય.
(4) ‘ૐ રામભદ્રાય નમઃ’ કાર્યની “સિદ્ધિ માટે પ્રભાવી મંત્ર.
(5) શ્રી નમો ભગવતે રામચંદ્રાય” આ મંત્ર આપત્તિના નિવારણ માટે.
(6) ‘શ્રીરામ જય રામ જપ-જય રામ આ મંત્ર શુભ મનોકામના માટે
(7) ‘શ્રીરામ ગાયત્રી મંત્ર-શ્રી દશરથાય વિમહે સીતા વલ્લભાય ધીમહિ તત્રો રામ પ્રયોધ્યાત. સર્વ કાર્યમાં સિદ્ધિ આપે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW