PSI થી PI તરીકે બઢતી મેળવનાર ૨૫૪ પોલીસ અધિકારીઓની બદલીનો હુકમ જારી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી અને બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં કુલ ૨૫૪ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

આ બદલીઓમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ, પશ્ચિમ કચ્છ ભુજમાં ફરજ બજાવતા જયદીપસિંહ સર્વૈયાની મોરબી ખાતે નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, મોરબીમાં ફરજ બજાવતા ધર્મિષ્ઠા કાનાણીની વલસાડ ખાતે બદલી કરવામાં આવી છે.

આ સાથે જ મોરબીમાં ફરજ બજાવતા પુષ્પાબેન આહિરની CID ક્રાઇમ શાખામાં નિમણૂક કરવામાં આવી છે, જ્યારે નારણ ગઢવીની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમાં બદલી કરવામાં આવી છે. વધુમાં, વિજય પરમાર, જે હાલ મોરબીમાં ફરજ બજાવી રહ્યા હતા, તેમની CID ક્રાઇમમાં નિમણૂક કરાઈ છે.

આ બદલીઓના કારણે આવનારા દિવસો માં મોરબી પોલીસ તંત્રમાં પ્રશાસનિક ફેરફારો જોવા મળશે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW