મોરબીમાં ફૂડ શાખાની કાર્યવાહી : 51 પેઢીઓમાં તપાસ, વાસી ખોરાક અને અખાદ્ય કલરનો નાશ
મોરબી મહાનગર પાલિકા ની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ અને સામાકાંઠા વિસ્તારમાં કુલ 51 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન લાઇસન્સ, સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચકાસણી કરવામાં આવી અને અનેક દુકાનદારોને અખાદ્ય કલર તથા વાસી ખોરાક બાબતે નોટિસ પાઠવવામાં આવી.
ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ સ્થિત મસાલા માર્કેટમાંથી આશરે 10 જેટલા મસાલાના નમૂનાઓ (મરચું, હળદર, જીરુ) લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
તપાસમાં નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:
પટેલ રાજા પાવભાજીમાંથી વાસી નુડલ્સ અને ગ્રેવીનો નાશ કરવામાં આવ્યો
વિશ્વા સ્વીટ & નમકીનમાંથી અખાદ્ય ફૂડ કલરનો નાશ કરવામાં આવ્યો
ૐ સાઈ સ્વીટ ફાર્મમાંથી જથ્થાબંધ ફૂડ કલર અને ખરાબ થયેલી રબડીનો નાશ કરવામાં આવ્યો




