વાંકાનેર: ભેરડા ગામે ગેરકાયદેસર ખનન સામે પોલીસની મોટી કાર્યવાહી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત, ખનિજ માફિયાઓમાં ખળભળાટ

રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા (વાંકાનેર વિભાગ) દ્વારા ગેરકાયદેસર ખનિજ ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સખત સૂચનાઓ આવતા તાલુકા પીઆઈ બી વી પટેલ દ્વારા કડક કાર્યવાહી કરતા ખનિજમાફિયામાં ફફડાટ ફેલાયો છે

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન કરતા ખનિજ માફિયાઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન કુલ રૂપિયા 1 કરોડ 70 લાખનો મુદ્દામાલ કબ્જે કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનિજ વહન કરતા વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. વાહનચાલકો પાસે જરૂરી દસ્તાવેજો, લાયસન્સ તથા રોયલ્ટી પાસ/પરમિટ ન હોવાને કારણે એમ.વી. એક્ટ 207 હેઠળ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ખાણ-ખનિજ વિભાગ મોરબીને જાણ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત ભેરડા ગામની સીમામાં ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમીના આધારે પોલીસ અને ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પર રેઇડ કરવામાં આવી હતી, જેમાં નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

કબ્જે કરાયેલ મુદ્દામાલ:

અશોક લેલેન્ડ કંપનીના 2 ડમ્પર (નંબર GJ-36-V-9695, GJ-03-CU-0100) – કિંમત રૂ. 60,00,000

ટાટા કંપનીના 2 ડમ્પર (નંબર GJ-13-AW-8146, GJ-36-X-6009) – કિંમત રૂ. 60,00,000

ક્રોમાન્ડ કંપનીનું એક્સ્કાવેટર મશીન – કિંમત રૂ. 50,00,000

કુલ મુદ્દામાલ કિંમત: રૂ. 1,70,00,000

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW