ઘોર કળીયુગ પુત્રના હાથે પિતાનુ મોત માળીયાના મોટાભેલા ગામે પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્ર બન્યો કાળ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

કુહાડીના ઘા મારી પગના કાંડા કાપી નાખતા મોત નિપજ્યું

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે કુટુંબિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં પુત્રએ પોતાના પિતાની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, મોટાભેલા ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીએ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જીવણભાઈ સોમાણી (ઉંમર આશરે 85 વર્ષ) પોતાના પુત્ર પ્રવિણભાઈ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીને કામધંધા બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી દરમિયાન આરોપી પ્રવિણભાઈને ગુસ્સો આવી જતા તેણે ખાર રાખીને કુહાડી વડે પોતાના પિતાને બન્ને પગના કાંડા પાસે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાઓ ગંભીર હોવાને કારણે વૃદ્ધ જીવણભાઈનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે ભરતભાઈ સોમાણી દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે માળીયા મીયાણા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW