જૂનાગઢ કે.જે. હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ, પરિવારજનોએ ન્યાયની માંગ ઉઠાવી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

માણાવદર નગર પાલિકા સભ્ય વિજય જોષીના માતાનું મૃત્યુ

નગરસેવક અને તેમના પરિવારના આક્ષેપોથી તબીબી જગતમાં ખળભળાટ

માણાવદર ન. પા. માં ભાજપમાંથી ચૂંટાયેલા સભ્ય વિજયભાઈ જોશીના માતાભારતીબેનને સારવાર માટે જૂનાગઢ કે જે હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવેલ..જેઓનું બાયપાસ સર્જરી બાદ મૃત્યુ થયું છે. પરિવારનો આરોપ છે કે ડોક્ટરોની બેદરકારીને કારણે આ ઘટના બની છે..

​પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે કે ​બિનજરૂરી સર્જરી કરાઈ અને વધુમાં પરિવારના જણાવ્યા અનુસાર, અન્ય નિષ્ણાતોએ સ્ટેન્ટથી સારવાર શક્ય હોવાનું કહ્યું હોવા છતાં, હોસ્પિટલે આર્થિક લાભ ખાતર બાયપાસ સર્જરી કરવાનો આગ્રહ રાખ્યો હતો..

​ઉપરાંત દર્દીનું ડાયાબિટીસ લેવલ ૫૦૦ થી વધુ હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે તબીબી દ્રષ્ટિએ અત્યંત જોખમી ગણાય..એવો પણ આક્ષેપ છે કે ઓપરેશન પૂર્વે જોખમની જાણ કર્યા વગર કોરા સંમતિ પત્રો પર સહીઓ લેવામાં આવી હતી અને સરકારી યોજનાઓના લાભ ખાતર રેકોર્ડમાં પાછળથી ફેરફાર કરવામાં આવ્યા હતા..

​આ મામલે જૂનાગઢ બી ડીવીજન પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિવાર દ્વારા જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW