મોરબી: ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ તાલીમ કેન્દ્રો માટે તાજેતરમાં નિમણૂક ઓર્ડરો જાહેર કરવામાં આવ્યા છે. તે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકનસર ખાતે નવ નિયુક્ત થયેલા પોલીસ કોન્સ્ટેબલોને કાયદાકીય શિક્ષણ આપવા માટે કરાર આધારિત વ્યાખ્યાતા તરીકે ચંદ્રકાંત રામાનુજ (ગુરુ નિવૃત જમાદાર) નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂક હેઠળ નવયુવાન પોલીસ કર્મચારીઓને કાયદાની મૂળભૂત સમજ, બંધારણીય જ્ઞાન તેમજ ફરજ દરમ્યાન આવશ્યક કાયદાકીય પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા તાલીમની ગુણવત્તામાં વધારો થાય અને કાયદા અંગે સજાગતા વધે તે હેતુથી આ પ્રકારની નિમણૂક કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં પોલીસ દળને વધુ કાર્યક્ષમ અને કાયદા પ્રત્યે જવાબદાર બનાવવા માટે આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




