મોરબી : આવનારી તા. ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ યુવા ગ્રુપ, મોરબી દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત બપોરે ૦૩:૦૦ વાગ્યે મોરબીના વાઘપરા સ્થિત ગાયત્રી મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને સાંજે ૦૭:૩૦ વાગ્યે શ્રી પરશુરામ ધામ ખાતે પહોંચશે.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે ૦૭:૩૦ વાગ્યે મહાઆરતી, અન્નકૂટ તથા મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબીના તમામ ભુદેવોને સહપરિવાર આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહી શોભાયાત્રા અને મહાઆરતીનો દિવ્ય લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




