(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બગથળા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવાર યશવંત વડાવિયાએ પોતાનું પ્રચાર અભિયાન વધુ તેજ બનાવ્યું છે.
તાજેતરમાં ટીંબડી ગામે યોજાયેલી જંગી જાહેર સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યાં લોકોમાં ભાજપ પ્રત્યે સકારાત્મક માહોલ સ્પષ્ટ દેખાયો હતો.
યશવંત વડાવિયાએ પોતાના સંબોધનમાં વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપી હતી અને વિસ્તારમાં કરવામાં આવેલા તથા આવનારા વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે મતદારોને વિકાસની દિશામાં સાથે આપવાની અપીલ કરી હતી.
સભામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાજપ ઉમેદવારને જંગી સમર્થન જાહેર કર્યું હતું. “વિકાસ માટે ભાજપ” જેવા સૂત્રો સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
આ જંગી સભા અને વધતા સમર્થનને જોતા બગથળા બેઠક પર ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.




