ટંકારા આંગડીયા લૂંટ કેસમાં ફરાર આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી આંગડીયા પેઢી લૂંટ કેસના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ફરાર આરોપીઓને પકડવા માટે કામગીરી કરી રહી હતી.

ખાનગી બાતમીના આધારે ટંકારા લતીપર ચોકડી વિસ્તારમાંથી આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયા (ઉ.વ.૨૩), રહે. લસકાણા, સુરતને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૧૦(૨), ૩૨૪(૪) તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW