નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધમાકેદાર ધો.10 નું રિઝલ્ટ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધમાકેદાર ધો.10 નું રિઝલ્ટ
વિરપર (મોરબી) સ્થિત નવયુગ શૈક્ષણિક સંકુલમાં ધોરણ-10 નું પરિણામ આ વર્ષે શાનદાર રહ્યું છે. સંકુલના 122 વિદ્યાર્થીઓમાંથી 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતા 100% પરિણામ નોંધાયું છે.
આ વર્ષે A1 ગ્રેડમાં 24 વિદ્યાર્થીઓ તથા A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. સંકુલના વિદ્યાર્થી રાંકજા ઓમ એ. એ PR 99.90 સાથે 97.17% મેળવી સમાજવિદ્યા, વિજ્ઞાન અને ગણિત ત્રણેય વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી સર્વોચ્ચ સિદ્ધિ નોંધાવી છે. સદાતીયા આરુષિ એલ. એ PR 99.50 સાથે 95.67% મેળવી વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. કાલરીયા માન સી. એ PR 98.61 સાથે 94.00% પરિણામ પ્રાપ્ત કર્યું છે. ભાંગરા દક્ષ એચ. એ PR 98.50 સાથે 93.83%, શેરશિયા માર્ગી ટી. એ PR 98.50 સાથે 93.83% તથા વસીયાણી ઋત્વિ વી. એ PR 98.38 સાથે 93.67% પરિણામ મેળવી સંસ્થાનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.
સંકુલના દરેક વિદ્યાર્થી સફળ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.
સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા ,ટ્રસ્ટી તથા સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW