મોરબી: પીપળીયા ચાર રસ્તા હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક કોલસાના ડેલા પાસે થયેલા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને મોરબી તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના સમયમાં જ પોલીસે હત્યા કેસના બંન્ને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અબ્બાસ અબ્દુલ સોતા અને આરોપી આસીફ દલની બહેન વચ્ચે મોબાઇલ પર વાતચીતને લઈને વિવાદ સર્જાયો હતો. સમાધાનના બહાને બોલાવી આરોપીઓએ અબ્બાસ સોતા પર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી તેમજ તેના બે ભાઈઓને પણ પાઈપ અને લોખંડના સળીયા વડે ઇજાઓ પહોંચાડી હતી.

આ ગંભીર ગુનાની નોંધ લઈ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી તથા મોરબી તાલુકા પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને બાતમીના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી. પરિણામે બંન્ને આરોપી આસીફ અલીયાસ દલ અને હુશેન ઉર્ફે ઇબ્રાહિમ સાઇચાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW