મોરબી: ગાળા ગામની બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરનાર ગેંગના ચાર આરોપી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

એલ.સી.બી. મોરબીએ ₹1.94 લાખના મુદ્દામાલ સાથે વણશોધાયેલ ગુનો ઉકેલ્યો

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં થયેલી ચોરીના ગુનામાં એલ.સી.બી. મોરબીએ મોટી સફળતા મેળવી છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી કુલ રૂપિયા 1,94,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી મુજબ, તા. 03/03/2026ની રાત્રે બંધ હાલતમાં રહેલા કારખાનામાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી CCTV NVR, ટીવી, કેમેરા, કોપર પ્લેટ તથા કોપર કેબલ સહિત કુલ રૂપિયા 2.05 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને મોરબી એસપી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પરથી લીલી CNG ઓટો રિક્ષા અને સ્પ્લેન્ડર બાઈક સાથે બેઠેલા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન રિક્ષામાંથી ચોરીમાં ગયેલો કોપર વાયર અને કોપર પ્લેટનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં

રમેશ ઉર્ફે પોયો મનુભાઈ વાધેલા, શક્તિપરા વાંકાનેર

હમીર બહાદુરભાઈ વાધેલા, ગઢડા બોટાદ

અજય ઉર્ફે અજીત સુરાભાઈ વાધેલા, ગઢડા બોટાદ

રણજીત ઉર્ફે કદમ ધનજીભાઈ માથાસુરીયા, હાલ શક્તિપરા વાંકાનેર નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી CNG ઓટો રિક્ષા, સ્પ્લેન્ડર બાઈક, 68 કિલો કોપર વાયર અને કોપર પ્લેટ તેમજ ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1,94,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

*મોડસ ઓપરેન્ડી*

આરોપીઓ દિવસ દરમિયાન ભંગાર લે-વેચના બહાને કારખાનાઓની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રે સિક્યુરિટી વગરના અથવા બંધ કારખાનાઓને નિશાન બનાવી વાયર કાપવાના સાધનો સાથે ચોરી કરતા હતા. ચોરીનો માલ ભંગારના વેપારીઓને વેચી આર્થિક લાભ મેળવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સામે ચોરી, પ્રોહિબિશન અને મારામારી સહિત અનેક ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. હાલમાં અન્ય ચાર ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે.

*કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ* :-

આર.સી.ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI બી.ડી.ભટ્ટ એલ.સી.બી. મોરબી તથા PSI વી.જી.માલાણી, પેરોલફર્લો સ્કોડ મોરબી તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW