હળવદ પોલીસે પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા એક બુટલેગર સામે કડક કાર્યવાહી કરી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ તથા મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ અસામાજિક પ્રવૃત્તિઓ સામે અભિયાન હાથ ધરાયું છે.
હળવદ પોલીસ દ્વારા સુખપર ગામના મયુરસિંહ ઉર્ફે કાલી ભરતભાઈ રાઠોડ સામે ઇંગ્લિશ દારૂ વેચાણ સહિતના ગુનાઓના આધારે પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પાસા વોરંટ જાહેર કર્યું હતું.
પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે.




