મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે,માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડારહે.રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે માળીયા મીંયાણાવાળો હાલમાં માળીયા(મીં.) કોર્ટની બાજુમા ગોળાઇ વાળા રોડ ઉપર ઉભો હોવાની બાતમી મળતા જે આધારે બાતમીવાળી જગ્યાએ વોચ તપાસ કરતા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મીં.) પો.સ્ટે.ને સોપી આપેલ છે




